મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસોમાં મતદારો સુધારા-વધારા કરી શકશેઃ
તા.૦૫/૧૧/૨૦૨૩ અને તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર) અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર)ના તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર)ના રોજ ખાસ ઝુંબેશ દિવસ
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર) અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) અને તા.૯/૧૨/૨૦૨૩ના શનિવારના દિવસોએ ખાસ ઝુંબેશ યોજાશે. ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવેલા અને આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે






