Traffic Tail

સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રમુખપદે સૌપ્રથમ રાનીપરજ પરિષદ મહુવાના શેખપુર ખાતે મળી હતી.

SHARE:

શેખપુર ખાતેનો પીપળો કે જ્યાં રાનીપરજ પરિષદ યોજાયી હતી.જ્યારે બીજી તસ્વીર માં આ વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાની ઓના નામ સાથેની સ્મૃતિ

         સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રમુખપદે સૌપ્રથમ રાનીપરજ પરિષદ મહુવાના શેખપુર ખાતે મળી હતી.
         આઝાદી પૂર્વે જનજાગૃતિ તેમજ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે યોજાતી પરિષદ એટલે રાનીપરજ પરિષદ.
          પરદેશી કાપડનો બહીષ્કાર, તેમજ પથ્થર ના ઘરેણાનો ત્યાગ કરવા અંગે પણ ઠરાવો થયા હતા.
         આ પરિષદ માટે બારડોલી, વાલોડ, વ્યારા, સોનગઢ, મહુવા, માંગરોળ અને માંડવી તાલુકા ઉપરાંત વાસદા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

        ૩૧ ઓક્ટોબર આજનો દિવસ એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. ત્યારે આજના દિવસે આ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પહેલા કરેલ ઐતિહાસિક પ્રસંશિય કામગીરી બાબતે ઇતિહાસ વાગોળીયે.
આઝાદી પૂર્વે જનજાગૃતિ તેમજ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે યોજાતી પરિષદ એટલે રાનીપરજ પરિષદ. રાનીપરજ પરિષદનું ટુકુ ને ટચ બંધારણ ઘડવામાં આવ્યું હતું જેમાં બારડોલી, વાલોડ, વ્યારા, સોનગઢ, મહુવા, માંગરોળ અને માંડવી તાલુકા ઉપરાંત વાસદા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત દેશોની આજુબાજુ રહેતા ચૌધરી, ધોડીયા, ગામીત, નાયકા, કુકણાં વગેરે રાનીપરજ કોમના લોકોમાં જાગૃતિ આવે તેઓએ એકત્રીત થઈ સુવ્યવસ્થિત રીતે પોતાના હિત ની બાબતો ચરચે , જરૂરી ઉપાયો યોજી શકે એવો સંસ્થાનો હેતુ રાખવામાં આવ્યો હતો. શુદ્ધ અને શાંતિમય માર્ગે રાની પરજની સર્વાંગી એટલે કે સામાજિક આર્થિક ને નૈતિક ઉન્નતિ કરવી એવું ધ્યેય નક્કી કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રમુખ પદે સૌથી પહેલી રાનીપરજ પરિષદ ૧૯૨૩ ના જાન્યુઆરી ની પહેલી તારીખ ના રવિવારે મહુવા તાલુકાના શેખપુર ગામે મળી હતી. એમાં સુરત જિલ્લાના ને નવસારી પ્રાંત ના લોકોએ ભાગ લીધો હતો.૨૦૦૦૦ માણસોની ગંજાવર હાજરી હતી. જેમાં કસ્તુરબા ઉપરાંત દયાળજીભાઈ, કુવરજી ભાઈ, કેશવભાઈ, કલ્યાણજીભાઈ અને ભાઈ સંકર હાજર રહ્યા હતા. તો લોકો દૂર દૂર થી બદળગાડા માં બેસીને આવ્યા હતા.અને નજીકના ગામોના લોકો પગપાળા આવ્યા હતા.લોકો જમવાનું જાતે લઈને આવ્યા હતા.જેમાં ધાર્મિક રાજકીય અને આર્થિક ઉન્નતિ માટે રાનીપરજ સેવા સંઘ ની સ્થાપના કરવાનો અને એ હેતુ ના અમલ માટે મઢી તથા શેખપુર માં ૨ રાની પર જ આશ્રમ કરવાનો ઠરાવ થયો હતો. સાથોસાથ પરદેશી કાપડનો બહીષ્કાર, તેમજ પથ્થર ના ઘરેણાનો ત્યાગ કરવા અંગે પણ ઠરાવો થયા હતા. સરદાર પટેલ નું રાનીપરજ પરિષદમાં જોરદાર ભાષણ એકદમ અજબ શાંતી વચ્ચે પરિષદના કાર્યની થયેલ શરૂઆત બાદ સરદાર વલ્લભભાઈ પટેલે તેમના ભાષણમાં ખાસ કરીને,દારૂતાડીનો ત્યાગ કરવાની,કોમમાં આવેલી જાગૃતિ ટકાવી રાખવાની,રેંટિયો કાંતવાની,આખો હાથ ને પગ ભરાય જાય બોજારૂપ ઘરેનાઓ આરોગ્યને નુકસાનકારક હોય ત્યાગ કરવા અપીલ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!