અનાવલ-મહુવા રોડ પર મોટરસાઇકલ સ્લિપ થઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું કરુણ મોત

SHARE:

અનાવલ-મહુવા રોડ પર મોટરસાઇકલ સ્લિપ થઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું કરુણ મોત

​સુરત, શુક્રવાર
સુરત જિલ્લાના અંબિકા તાલુકાની હદમાંથી પસાર થતા અનાવલથી મહુવા જતા રોડ પર બગીચો નર્સરી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું.
​પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાના ડોલવણ તાલુકા અંતર્ગત બેડારાયપુરા ગામના ગામતળ ફળિયામાં રહેતા વિપુલભાઈ કાળીદાસભાઈ નાયકા (ઉ.વ. ૩૩) ગત તા. ૨૯/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે પોતાની માલિકીની હિરો કંપનીની સ્પલેન્ડર મોટરસાઇકલ (રજી. નં. GJ-26-H-9688) લઈને કોઈક કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન મૌજે બામણીયા ગામની સીમમાંથી પસાર થતા અનાવલ-મહુવા રોડ પર બગીચો નર્સરી પાસે પહોંચતા તેઓ પોતાની મોટરસાઇકલના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠા હતા, જેના કારણે વાહન રોડ પર નીચે પટકાયું હતું.
​આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક વિપુલભાઈ નાયકાને માથાના પાછળના ભાગે તેમજ ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે આજરોજ તા. ૩૦/૧૦/૨૦૨૬ ના તેમને મૃત જાહેર કર્યા હતા.
​આ બનાવ અંગે મૃતકના પત્ની અંબાબેન રાજેશભાઈ કાળીદાસભાઈ નાયકા દ્વારા અનાવલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અન્વયે અનાવલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૧૯, ૧૪૮ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ અનાવલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીવેશભાઈ બાબુભાઈ (બઢતી નં. ૮૫૩) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!