ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે ખેલ મહાકુંભ 2026 આયોજન થયું.

SHARE:

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે ખેલ મહાકુંભ 2026 આયોજન થયુ.

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે ખેલ મહાકુંભ 2026 અંતર્ગત અંબિકા તાલુકાની તાલુકા કક્ષાની ખો ખોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની કુલ 33 ભાગ લીધો હતો .જેમાં U- 14 (ભાઈઓ) પ્રાથમિક શાળા ઉમરા ,U 17 (ભાઈઓ) કે. એલ. પટેલ હાઇસ્કુલ અનાવલ, ઓપન (ભાઈઓ) ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા પ્રથમ ક્રમે રહી હતી. તથા U 14 (બહેનો )પ્રાથમિક શાળા મહુવરીયા ઊંચી ફળિયા, U 17 (બહેનો )સનાતન કન્યા વિદ્યાલય આંગલધરા ,ઓપન (બહેનો) ભૂ.ભી.હાઇસ્કુલ કરચેલીયાની ટીમ પ્રથમ ક્રમે રહી હતી .ઉપરોક્ત કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ એન.પટેલ, ઉપપ્રમુખશ્રી, ખજાનચીશ્રી ,શાળાના આચાર્યશ્રી ,તાલુકાની શાળાના વ્યાયામ શિક્ષકો ,શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટાઇટલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!