મહુવા સુગર ચૂંટણી પરિણામ 2026: કહી ખુશી કહી ગમ; જાણો તમામ 15 ઝોનના વિજેતા ઉમેદવારો અને જીતનું માર્જિન

SHARE:

દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી, બામણીયાની વ્યવસ્થાપક સમિતી ની વર્ષ – 2026ની 15 ઝોનની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઈ હતી.અને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પરિણામ આવતા જ કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.મહુવા બેઠક પર બે ટર્મના ડિરેક્ટર એવા ભાજપના દિગ્ગજ ગણાતા જીગરભાઈ નાયકનો મહુવા સરપંચ અનિલભાઈ પટેલ સામે પરાજય થયો હતો.મહત્તમ આદિવાસી મતદાર ધરાવતી આ બેઠક પરથી પ્રથમવાર આદિવાસી ઉમેદવાર વિજેતા બન્યા છે.તો બીજી બાજુ વર્ષોથી વાલોડ ઝોનમાંથી બિનહરીફ થતા મહુવા સુગરના ઉપપ્રમુખ બળવંતભાઈ પટેલ સામે બે ઉમેદવારો મેદાનમાં આવતા પ્રથમવાર આ ઝોનમાં ચૂંટણી થઈ હતી.જેમાં ભારે રસાકસી બાદ ફક્ત 25 મતથી બળવંતરાય પટેલ વિજેતા થયા હતા.તો બારડોલી ઝોનમાં પણ ભૂતપૂર્વ ડિરેક્ટર જયેન્દ્રસિંહ મેઘાત અને વર્તમાન ડિરેક્ટર નિકુંજકુમાર ઠાકોર વચ્ચે મતગણતરી દરમિયાન ભારે રસાકસી થઈ હતી.અંતે ફક્ત 1 મત થી નિકુંજકુમાર કલ્યાણસિંહ ઠાકોરનો વિજય થયો હતો.વ્યારા ઝોનમાં નવા ઉમેદવાર અશોકભાઈ ભીખુભાઇ આહિરે છેલ્લી બે ટર્મના ડિરેક્ટર એવા બળવંતભાઈ આહિર અને અન્ય ઉમેદવાર કે જેઓ હાલ સુમુલના ડિરેક્ટર છે એવા શૈલેષભાઈ પટેલને પણ હરાવ્યા હતા.ઝેરવાવરા ઝોનમાં ભાજપના માજી જિલ્લા પંચાયત સદસ્ય અને માજી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ મહુવા સુગરના બે ટર્મના ડિરેકટર તુષારભાઈ પટેલનો કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ સામે પરાજય થતા મોટો અપસેટ સર્જાયો હતો.ચૂંટણીના દિવસે દિવસ દરમિયાન જે સીટ પર માહોલ ગરમ રહ્યો હતો અને સામ સામે આક્ષેપબાજી થઈ હતી તે વલવાડા સીટ પર ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના પુત્ર જયમીનભાઈ ઢોડિયાનો ભવ્ય વિજય થયો હતો.જ્યારે હરીફ ઉમેદવાર રાકેશભાઈ પટેલનો પરાજય થયો હતો.જ્યારે દેદવાસણ બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે ખેલાયેલ ચૂંટણી જંગમા ફક્ત 5 મત થી અશ્વિનકુમાર મણીભાઈ પટેલ વિજય થયા હતા.100 ટકા મતદાન ધરાવતી બિન ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિ માટેની બેઠક 14 મત માંથી 11 મતો મેળવી હિમાંશુભાઈ પટેલે કબજે કરી હતી.આમ મહુવા સુગરમાં સભાસદો દ્વારા કરાયેલ 87.19 ટકા જેટલુ રેકોર્ડ મતદાન સત્તાધારી માનસિંહભાઈ પટેલની પેનલની તરફેળમાં કરી ફરી તેમના પર વિશ્વાસ મુકયો છે.

 

– અનાવલ -1
વિજેતા ઉમેદવાર :- વિપુલભાઈ નગીનભાઈ પટેલ
મળેલ મત – 243
જીત માર્જીન – 116 મત

– ઝેરવાવરા -3
વિજેતા ઉમેદવાર :- મહેશભાઈ નાથુભાઈ પટેલ
મળેલ મત – 351
જીત માર્જીન – 55 મત

– ઉવા -1
વિજેતા ઉમેદવાર :- જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાંસિયા
મળેલ મત – 109
જીત માર્જીન – 22 મત

– મહુવા – 5
વિજેતા ઉમેદવાર :- અનિલભાઈ ઝીણાભાઈ પટેલ
મળેલ મત – 232
જીત માર્જીન – 57 મત

– રાનકુવા– 6
વિજેતા ઉમેદવાર :- સુનિલકુમાર અમૃતસિંહ પરમાર
મળેલ મત – 129
જીત માર્જીન – 41 મત

– વ્યારા – 7
વિજેતા ઉમેદવાર :- અશોકભાઈ ભીખુભાઈ આહિર
મળેલ મત – 330
જીત માર્જીન – 87 મત

– વાંસકુઈ – 8
વિજેતા ઉમેદવાર :- માનસિંહ કલ્યાણજી પટેલ
મળેલ મત – 398
જીત માર્જીન – 151 મત

– વાંકાનેર – 9 ,મહિલા સભાસદ
વિજેતા ઉમેદવાર :- હેતલબેન તરુણભાઈ પટેલ
મળેલ મત – 135
જીત માર્જીન – 67

– વાલોડ – 10
વિજેતા ઉમેદવાર :- બળવંતરાય રઘુભાઈ પટેલ
મળેલ મત – 236
જીત માર્જીન – 25 મત

– બારડોલી – 11
વિજેતા ઉમેદવાર – નિકુંજકુમાર કલ્યાણસિંહ ઠાકોર
મળેલ મત – 55
જીત માર્જીન – 1મત

– વલવાડા – 12
વિજેતા ઉમેદવાર :- જયમીનભાઈ મોહનભાઈ પટેલ
મળેલ મત – 281
જીત માર્જીન – 136 મત

– દેદવાસણ -13
વિજેતા ઉમેદવાર :- અશ્વિનકુમાર મણીભાઈ પટેલ
મળેલ મત – 109
જીત માર્જીન – 5 મત

– મહુવરિયા -14
વિજેતા ઉમેદવાર :- આનંદકુમાર માધુભાઈ ચૌધરી
મળેલ મત – 138
જીત માર્જીન – 39 મત

– બાજીપુરા -15
વિજેતા ઉમેદવાર :- રાજુભાઈ મનહરભાઈ પટેલ
મળેલ મત – 273
જીત માર્જીન – 148 મત

– બિન ઉત્પાદક સહકારી મંડળી -16
વિજેતા ઉમેદવાર :- હિમાંશુભાઈ વિનોદભાઈ પટેલ
મળેલ મત – 11
જીત માર્જીન – 3 મત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!