ઉમરા ગામનો 21 વર્ષીય યુવક ઝરણાંમાં નહાવા જવાનું કહી નીકળ્યા બાદ ગુમ

SHARE:

ઉમરા ગામનો 21 વર્ષીય યુવક ઝરણાંમાં નહાવા જવાનું કહી નીકળ્યા બાદ ગુમ: અનાવલ પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ

​અનાવલ:-
સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન હસ્તકના મોજે ઉમરા ગામમાંથી એક 21 વર્ષીય યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.નહાવા જાઉં છું તેમ કહીને ઘર બહાર નીકળેલો યુવક મોડી રાત સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી,પરંતુ પત્તો ન લાગતાં આખરે અનાવલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
​પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર,ઉમરા ગામના સાંધરા ઝાડી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 21 વર્ષીય વિશાલ શૈલેષભાઇ નાયકા પોતાના ઘરેથી “હું ઝરણાંમાં નાહવા માટે જાઉં છું” તેમ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે ક્યાંય મળી આવ્યો ન હતો. આ અંગે યુવકના પિતા શૈલેષભાઇ ચીમનભાઇ નાયકાએ અનાવલ પોલીસ મથકે પુત્ર ગુમ થયા અંગેની જાણ કરી હતી.​પોલીસ ચોપડે નોંધાયેલા વર્ણન મુજબ,ગુમ થનાર વિશાલ નાયકા શરીરે પાતળા બાંધાનો અને ઘઉંવર્ણો છે. તેની ઊંચાઈ આશરે ૫ ફૂટ ૪ ઈંચ જેટલી છે અને તે શરીરે માત્ર ટુવાલ વીંટીને ઘરેથી નીકળ્યો હતો.ધોરણ-10સુધી અભ્યાસ ધરાવતો આ યુવક ગુજરાતી તથા હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવે છે.ઘટના અંગે અનાવલ પોલીસ સ્ટેશનના અંકલમદાર એ.એસ.આઇ. હસ્મિતાબેન સુમનભાઇ તથા તાપસ અમલદાર અ.લો. અક્ષયભાઈ રમેશભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ યુવક વિશે કોઈને પણ જાણ થાય તો અનાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!