શરદ શિયાળુ રમતોત્સવમાં તરકાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન.

SHARE:

શરદ શિયાળુ રમતોત્સવમાં તરકાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન
અંબિકા : શરદ શિયાળુ રમતોત્સવમાં અંબિકા તાલુકાના તરકાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
રમતોત્સવમાં બહેનોના વિભાગની U-14 800 મીટર દોડમાં તરકાણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ મનસ્વી પટેલ અને ધ્રુવી પટેલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે ઊંચીકૂદ સ્પર્ધામાં જીગરભાઈ નાયકા અને મનસ્વી પટેલે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમજ ફેંક વિભાગમાં આયુષી પટેલે તૃતીય સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું.
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ રમત શિક્ષક તુષારભાઈ બી. પટેલના માર્ગદર્શનની મહત્વની ભૂમિકા રહી હતી. વિજેતા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતાં શાળાના આચાર્ય શ્રીમતી ભાવિનીબેન પટેલ તથા એસએમસી સમિતિ દ્વારા તમામ વિજેતા બાળકો અને રમત શિક્ષકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!