મહુવાના કરચેલીયાના યુવકની વાંસકુઈ નહેરમાંથી ડી-કંપોઝ હાલતમાં લાશ મળી: 7 દિવસથી ગુમ હતો; પોલીસે તપાસ હાથ ધરી
મહુવા/અનાવલ: મહુવા તાલુકાના કરચેલીયા ગામેથી છેલ્લા સાત દિવસથી ગુમ થયેલા 37 વર્ષીય યુવકનો મૃતદેહ વાંસકુઈ ગામમાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી ડી-કંપોઝ હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મહુવા તાલુકાના કરચેલીયા ગામના માસ્તર ફળિયામાં રહેતા 37 વર્ષીય બકુલભાઈ વનમાળીભાઈ ગરાસીયા માનસિક અસ્થિરતા ધરાવતા હતા. ગત તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના આશરે 12:00 વાગ્યાના સુમારે તેઓ કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતોદરમિયાન 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:30 વાગ્યાના સુમારે વાંસકુઈ ગામના નેવાણીયા ફળિયામાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના પાણીમાં પેટી પુલ પાસેથી એક યુવકની લાશ તરતી હોવાની જાણ થઈ હતી. તપાસ કરતાં આ લાશ ગુમ થયેલા બકુલભાઈ ગરાસીયાની હોવાનું બહાર આવ્યું હતું. પાણીમાં ડૂબી જવાના કારણે મૃતદેહ ડી-કંપોઝ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતમૃતકના બહેનોઈ રાકેશભાઈ ભીખુભાઈ ગરાસીયા (રહે. કરચેલીયા, મહુવા)એ આ અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બનાવ અંગે અનાવલ પોલીસ સ્ટેશનના વુ.એ.એસ.આઈ. હસ્મીતાબેન સુમનભાઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે,



