ભારે વરસાદની આગાહીને પગલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા ડુમસ અને સુવાલી બીચ જવા પર સાત દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો

SHARE:

ભારે વરસાદની આગાહીને પગલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા ડુમસ અને સુવાલી બીચ જવા પર સાત દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો.

સુરત શહેરમાં હાલમાં પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે, કોઈ જાનહાનિ કે અપ્રિય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરત શહેર સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ડુમસ બીચ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં લોકોને કિનારે ફરવા તેમજ દરીયાના પાણીમાં જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ આગામી તા.૭/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સરકારી ફરજ અથવા સરકારી કામગીરીમાં રોકાયેલા તમામ સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!