ચુડેલમાંથી ચંદન! સુરતના આ ગામમાં રાતોરાત એવું શું થયું કે સરકારે બદલવું પડ્યું નામ?

SHARE:

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ‘ચુડેલ’ ગામનું નામ બદલીને ‘ચંદનપુર’ કરવામાં આવ્યું

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ‘ચુડેલ’ ગામનું નામ બદલીને હવે ‘ચંદનપુર’ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ, ગુજરાત સરકાર દ્વારા આ ફેરફાર અંગેના તા. ૦૭ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંથી તમામ સંબંધિત સરકારી વિભાગોને સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આ ગામના નવા નામની વિવિધ ભાષાઓની લિપિ મુજબ રોમન લિપિમાં: “CHANDANPUR” , દેવનાગરી લિપિમાં: “चंदनपुर” અને ગુજરાતી લિપિમાં: “ચંદનપુર” તરીકે ઉલ્લેખ કરવાનો રહેશે, તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!