BREAKING: સુરતના વહેવલ ગામની સીમમાં બેફામ ઓમ્ની વાને મોટરસાયકલને લીધી અડફેટે; ચીખલીના યુવકને માથા અને પગે ગંભીર ઈજાઓ

SHARE:

વહેવલ ગામના પાટીયા પાસે હિંસક અકસ્માત: ઓમ્ની વાનના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘાયલ; અનાવલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ
​અનાવલ (સુરત):-સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામની સીમમાંથી પસાર થતા રોડ ઉપર, ધોડીસ્થળ નદીના પુલ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ઓમ્ની વાનના ચાલકે મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં બાઈક સવાર યુવકને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી વિગતો અનુસાર, ફરિયાદી હર્ષદરાય મનુભાઈ પટેલ (ઉં.વ. ૬૦, રહે. રાનકુવા, રેલ્વે સ્ટેશનની સામે, ચીખલી, જી. નવસારી) ના ભાઈ શાર્દુલભાઈ ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે આશરે ૦૮:૩૦ વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ લઈને વહેવલ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધોડીસ્થળ નદીના પુલ પાસે સામેથી આવી રહેલી એક ઓમ્ની વાન (જેનો રજીસ્ટર નંબર GJ-15-DD-5813 છે) ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેફામ ગતિએ હંકારી અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઓવરટેક કરવાની લ્હાયમાં ઓમ્ની ચાલકે સામેથી આવતી શાર્દુલભાઈની મોટરસાયકલ સાથે પોતાની વાન જોરદાર રીતે અથડાવી દીધી હતી. આ હિંસક અકસ્માત એટલો ભયાનક હતો કે શાર્દુલભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ બંને પગના સાથળના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું, આ ઉપરાંત ડાબા હાથના કાંડાના ભાગે તેમજ આંગળીઓમાં પણ ફ્રેક્ચર અને શરીરના અન્ય ભાગે નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે અનાવલ પોલીસે ઓમ્ની વાનના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ રમેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!