સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જાણો તમારા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ…

SHARE:

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જાણો તમારા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ…

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:

સવારે ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં ચોર્યાસી, કામરેજ અને સુરત શહેરમાં નોંધપાત્ર વરસાદ

સુરત શહેરમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદઃ

સમગ્ર સુરત જિલ્લામાં મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડાઓ અનુસાર સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારના ૦૬:૦૦ વાગ્યાથી લઈને સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીના ૧૨ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં બે કલાકમાં ચાર ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં આજરોજસરેરાશ ૩૭.૧૭ મી.મી. વરસાદ પડ્યો છે. સવારે ૦૬:૦૦ થી સાંજના ૦૬:૦૦ સુધી દરમિયાન સુરત શહેરમાં સૌથી વધુ ૧૧૨ મી.મી. વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે, જેમાં સાંજના ૦૪ થી ૦૬ વાગ્યા વચ્ચે જ ૧૦૫ મી.મી. એટલે કે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે કામરેજમાં ૮૪ મી.મી., બારડોલી અને અંબિકા તાલુકાઓમાં ૩૮ મી.મી., પલસાણામાં ૩૫ મી.મી., ચોર્યાસીમાં ૩૨ મી.મી., માંગરોળમાં ૨૬ મી.મી., ઓલપાડ તાલુકામાં કુલ ૨૪ મી.મી., મહુવા તાલુકામાં ૧૮ મી.મી., ઉમરપાડામાં ૧૭ મી.મી., અરેઠમાં ૧૫ મી.મી. વરસાદ પડ્યો છે. માંડવીમાં સૌથી ઓછો ૭ મી.મી. વરસાદ નોંધાયો હતો.
આજે મહુવા તાલુકાના ફુલવાડી ગામે વરસાદ અને પવનના કારણે સુરેશભાઈ પટેલના કાચા મકાનના છાપરાનો પાછળનો ભાગ તુટી ગયો હતો. જયારે અંબિકા તાલુકાના બામણીયા ગામે સુમનભાઈના જુનુ મકાનનો એક તરફનો ભાગ પડી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!