બારડોલી એઆરટીઓ દ્વારા મોટર સાયકલ, મોટરકાર, ઓટો રિક્ષા અને હેવી વ્હીકલના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે
તા. ૧૨ થી ૧૪ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
બારડોલી એઆરટીઓ દ્વારા મોટર સાયકલની સિરીઝ GJ-19 BH, GJ 19 BK મોટર કારની GJ 19 BE, GJ 19 BJ, ઓટો રિક્ષાની GJ 19 WB તેમજ હેવી વ્હીકલની GJ 19 Y સિરીઝ માટેનાં ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૧૨ થી ૧૪ ઓકટોબર દરમિયાન થશે. જ્યારે હરાજી તા.૧૪ થી ૧૬ ઓકટોબર સુધી ચાલશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઇ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ સહા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી-બારડોલીની યાદીમાં જણાવાયું છે.






