Traffic Tail

જમીન અને પૈસાની લાલચે સંબંધો લોહીલુહાણ: અંબિકાના બામણીયામાં સગા મામાએ બનેવી પર કુહાડીથી કર્યો જીવલેણ હુમલો

SHARE:

જમીન અને પૈસાની લાલચે સંબંધો લોહીલુહાણ: અંબિકાના બામણીયામાં સગા મામાએ બનેવી પર કુહાડીથી કર્યો જીવલેણ હુમલો

અંબિકા તાલુકાના બામણીયા ગામે કૌટુંબિક જમીનમાં આવેલા વાંસ વેચવાના પૈસાની લેતીદેતી બાબતે સગા મામાએ પોતાના બનેવી પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
​ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના બામણીયા ગામના હટવાડા ફળીયામાં રહેતા રમેશભાઈ મગનભાઈ રાઠોડે તેમની અને ફરિયાદી સતીષભાઈ રાઠોડની માતાની સંયુક્ત માલિકીની જમીનમાં આવેલા વાંસ વેચવાના પૈસાની માંગણી કરી ઝઘડો કર્યો હતો. પૈસા ન મળતા, અદાવત રાખીને રમેશભાઈ લાકડાના હાથાવાળી કુહાડી લઈને આવ્યા હતા. તેમણે પથારીમાં આરામ કરી રહેલા પોતાના બનેવી શિવરામભાઈ પાડુંભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫) પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે મોઢાના ભાગે કુહાડીનો પાછળનો બોથડ ભાગ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે શિવરામભાઈના ડાબા જડબામાં અને દાઢીના ભાગે ફેક્ચર થયું હતું તથા હોઠ પર ટાંકા આવ્યા હતા.
​આ હુમલા બાદ ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનારના પુત્ર સતિષભાઈ રાઠોડની ફરિયાદના આધારે અનાવલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને નાસી છૂટેલા આરોપી મામાને ઝડપી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પારગી દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!