Traffic Tail

“પહેલા મતદાન,પછી લગ્નની જાન”: વાંઝ ગામના વરરાજા જિગરભાઈએ પ્રભુતામાં પગ માંડતા પહેલા પરિવાર સાથે કર્યું મતદાન

SHARE:

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: સુરત જિલ્લો

“પહેલા મતદાન,પછી લગ્નની જાન”: વાંઝ ગામના વરરાજા જિગરભાઈએ પ્રભુતામાં પગ માંડતા પહેલા પરિવાર સાથે કર્યું મતદાન

જ્યારે કોઈ વરરાજા પોતાના જીવનના આટલા મહત્વના દિવસે પણ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને મતદાન કરવા પહોંચે તે સમાજ માટે પ્રેરક કદમ બને છે. સુરતના સચિન પાસેના વાંઝ ગામે વરરાજા જીગરભાઈ વાંઝવાલાએ લગ્નની શુભ ઘડીમાં સામેલ થતા પહેલા પરિવાર સાથે મતદાન કરી લગ્ન દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો. જાનમાં જોડાવા માટે સજીધજીને તૈયાર થયેલા જાનૈયાઓને પહેલા આ પરિવાર મતદાન મથકે લઇ ગયા અને વોટિંગ બાદ ધામધૂમથી જાનમાં જોડાયા હતા.
વાંઝ ગામના આ વરરાજાએ લગ્નવિધિ અને લગ્નોત્સવ પહેલા લોકશાહીના ઉત્સવને પ્રાધાન્ય આપી કહ્યું કે, નાગરિક ધર્મ પહેલા, બીજું બધું પછી. લગ્નના દિવસે મતદાનનો મોકો મળ્યો, ત્યારે સમગ્ર જીવન માટે લગ્નદિનની આનાથી વધુ યાદગાર ક્ષણ બીજી શું હોઈ શકે?

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!