કણાદ અક્ષરધામ ખાતે ટ્રાફિક ડાયવર્ઝનનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
સુરત જિલ્લાના કણાદ સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે તા.૧૯/૦૪/૨૦૨૬ અને ૨૬/૦૪/૨૦૨૬ના રોજ વિવિધ સત્સંગ સભાઓનું આયોજન કરાયું હોવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ ટ્રાફિકના સુચારુ સંચાલન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ રૂટ ડાયવર્ઝન દર્શાવતું એક જાહેરનામાં પ્રસિદ્ધ કર્યું છે.
જે અનુસાર, નિર્ધારિત તારીખોએ બપોરે ૩:૦૦ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન આઉટર રીંગરોડથી અક્ષરધામ તરફનો માર્ગ ‘વન-વે’ રહેશે. ત્યારબાદ સભા પૂર્ણ થતા રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી અક્ષરધામથી આઉટર રીંગરોડ તરફનો માર્ગ ‘વન-વે’ તરીકે કાર્યરત રહેશે. આ સમય દરમિયાન કણાદ-કરમલા તરફ જતા સામાન્ય ટ્રાફિક માટે જહાંગીરપુરા-કરમલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.





