Traffic Tail

પેસેન્જર ભરેલી રીક્ષા રોડની સાઈડમાં ઉતરી અંદર સવાર પેસેન્જરો…..

SHARE:

પેસેન્જર ભરેલી રીક્ષા રોડની સાઈડમાં ઉતરી અંદર સવાર પેસેન્જરો…..

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પેસેન્જર રીક્ષા રોડની સાઈડમાં ઉતરી.

ચાલક સહિત પેસેન્જરોનો આબાદ બચાવ.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના ભગવાન પુરા વસરાઈ વચ્ચે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડ્યો છે.વલવાડા તરફથી પેસેન્જર લઈને કરચેલીયા તરફ જતી રીક્ષા નંબર G.J.19.WB.2819 ના ચાલકે વસરાઈ ભગવાન પુરા વચ્ચે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પેસેન્જર ભરેલી રીક્ષા સીધી રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી.રોડની સાઈડમાં રીક્ષા ઉતરતા જ રીક્ષાનો પલટી નહીં ખાતા ચમત્કારિક બચાવ થઈ જતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.રીક્ષા પલટી જતા રાહદારીઓએ પોતાના વાહનો થંભાવી રીક્ષામાં સવાર ઈજાગ્રસ્તો ને બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે રીક્ષા ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે રીક્ષામાં સવાર પેસેન્જરોને નાની મોટી ઇજાઓ સાથે ચમત્કારીક બચાવ થઈ જવા પામ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!