Traffic Tail

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે આર્મી ભરતી તાલીમ

SHARE:

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે આર્મી ભરતી તાલીમ

સુરત શહેર-જિલ્લાના નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૨મીએ રોજગાર કચેરી, નાનપુરા ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આર્મીમાં જોડવા ઈચ્છતા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે ૭૫ દિવસની રહેવા-જમવાની સુવિધા સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં તાલીમ યોજાશે. લઘુતમ ધો.૧૦ પાસ, અનુસુચિત જનજાતિ કેટેગરીનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેમજ જેઓઓ જન્મ ૧ ફેબ્રુઆરી, ૨૦૦૪ થી ૧ એપ્રિલ, ૨૦૦૭ (બને દિવસો સહિત)ની વચ્ચે થયો હોય તેવા સુરત શહેર-જિલ્લાના ઉમેદવારોએ તા.૧૨/૧૦/૨૦૨૩ના સવારે ૧૨:૦૦ વાગ્યે રોજગાર કચેરી, સી બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે તમામ સંલગ્ન ડોક્યુમેન્ટ્સ સાથે અચૂક હાજર રહેવા અનુરોધ છે. આ તાલીમમાં જોડાવા માટે પસંદગી કમિટી દ્વારા નિયત માપદંડમાં પરિપૂર્ણ હોવું આવશ્યક છે એમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરતની યાદીમાં જણાવાયુ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!