મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે દંપતી પશુપાલક પર મધમાખીઓએ હુમલો કરતા પતિ નુ મોત નીપજ્યું હતું તો પત્નીની હાલત ગંભીર થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સુરત, મહુવા:-પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વાઘેશ્વર ખાતે રહેતા અને જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બનાવતા જીતુભાઈ સુમનભાઈ પટેલ ઉ. વ.45 તેમના પત્ની જોડે ખેતરે ઘાસચારો કાપવા માટે ગયા તે દરમિયાન મધમાખીઓનું ઝુંડ અચાનક આવી ગયું હતું.અને દંપતી પર હુમલો કર્યો હતો.
મધમાખીઓના હુમલાથી અનેક ડંખના ભોગ બનતા દંપતી ને તાત્કાલિક સારવાર અર્થે આરોગ્યકેન્દ્ર ટાંકલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં જીતુભાઈનું મરણ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.જ્યારે મધમાખીના હુમલા નો ભોગ બનેલ તેમની પત્ની ની હાલત ગંભીર બનતા ખારેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




