Traffic Tail

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વિનામૂલ્ય નેત્ર યજ્ઞ યોજાયો

SHARE:

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વિનામૂલ્ય નેત્ર યજ્ઞ યોજાયો
             

સુરત,મહુવા;-શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં સ્વ દીનામય આર. કાસદ અને સ્વ. રૂસ્તમજી સી.કાસદની સ્મૃતિમાં તથા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારી માલીબા નેત્ર સંકુલ દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રયજ્ઞનો શુભારંભ શાહવીર સુરાલીવાળા ,સંચાલક મંડળના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ તથા મંડળના હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું. નેત્ર યજ્ઞમાં પધારેલા દાતાઓ તથા તબીબોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેત્ર યજ્ઞ નિદાન કેમ્પમાં 292 દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. 101 જેટલા દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન, 2 દર્દીના વેલના ઓપરેશન તેમજ 9 દર્દીઓને વધુ તપાસ માટે રોટરી આઈ હોસ્પિટલ દુધિયા તળાવ નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે. 180 જેટલા વ્યક્તિઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેત્ર યજ્ઞમાં રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના માનદ મંત્રીશ્રી યોગેશભાઈ નાયક, દાતાશ્રી, કેળવણી મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!