Traffic Tail

રાહદારીઓ તથા ટુ-વ્હીલર વાહનો માટે મોટી રાહત

SHARE:

રાહદારીઓ તથા ટુ-વ્હીલર વાહનો માટે મોટી રાહત

સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરવામાં આવશે
ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયેલ. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી.
આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરાવેલ અને દિવસ-રાત સ્થળ પર કામ ચાલુ રાખી હાલમાં નવીન પુલની ૨૨% કામગીરી પૂર્ણ કરેલ છે.

નવીન પુલ નિર્માણના સમયગાળા દરમ્યાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં પ્રજાજનોની મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુન:સ્થપિત રજૂઆત કરવામાં આવી હતી.
તેને અનુલક્ષીને કેબીનેટ મંત્રીશ્રી રમણભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ રજુઆત અન્વયે તા.૧૮/૧૧/૨૦૨૫થી રૂ.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.

કેબીનેટ મંત્રીશ્રીએ રાજ્ય સરકાર પ્રજાને પડતી તકલીફ નિવારવા સંવેદનશીલ અને કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.

​​​આ મંજુર થયેલ કામગીરી તાકીદના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ પર લેવામાં આવશે.

અને આ કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!