કાકરાપાર ડાબા કાંઠા નહેર વહેવડાવવાનું આયોજન: ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઇ રોટેશન નક્કી કરાયું
નહેરોની લાઈનીંગ/ મરામતની કામગીરીના કારણે કાકરાપાર ડાબા કાંઠાની તમામ નહેરો તા.૨૧-૧૨-૨૦૨૫ થી તા.૨૪-૦૧-૨૦૨૬ (૩૫ દિવસ) બંધ રહેશે
કાકરાપાર ડાબા કાંઠા નહેર વહેવડાવવાનું આયોજન અંતર્ગત ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઇ નીચે મુજબ રોટેશન નક્કી કરવામાં આવ્યું છે.
ખરીફ-૨૦૨૫, રવિ-૨૦૨૫-૨૬, ઉનાળુ-૨૦૨૬ ની સિઝન માટે ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઇ કાકરાપાર યોજનાની નહેરનું રોટેશન નક્કી કરાયું છે. જે મુજબ કાકરાપાર ડાબા કાંઠા નહેર ખરીફ-૨૦૨૫ સિઝનમાં તા.૦૮ થી ૧૫-૧૧-૨૦૨૫ (૦૮ દિવસ) નહેર ચાલુ રહેશે. રવિ-૨૦૨૫-૨૬ સિઝનમાં તા.૧૬-૧૧-૨૦૨૫ થી ૨૦-૧૨-૨૦૨૫ (૩૫ દિવસ) ચાલુ રહેશે અને તા.૨૧-૧૨-૨૦૨૫ થી તા.૨૪-૦૧-૨૦૨૬ (૩૫ દિવસ) બંધ રહેશે. રવિ-૨૦૨૫-૨૬ સિઝનમાં તા.૨૫-૦૧-૨૦૨૬ થી ૨૩-૦૨-૨૦૨૬ (૩૦ દિવસ ) નહેર રહેશે અને તા.૨૪-૦૨-૨૦૬ થી તા.૦૫-૦૩-૨૦૨૬ (૧૦ દિવસ) બંધ રહેશે. ઉનાળુ-૨૦૨૬ સિઝનમાં તા.૦૬-૦૩-૨૦૨૬ થી ૨૭-૦૩-૨૦૨૬ (૨૨ દિવસ ), તા.૦૫-૦૪-૨૦૨૬ થી ૨૯-૦૪-૨૦૨૬ (૨૫ દિવસ) તેમજ તા.૦૮-૦૫-૨૦૨૬ થી ૧૫-૦૬-૨૦૨૬ (૩૯ દિવસ ) નહેર ચાલુ રહેશે, જ્યારે તા.૨૮-૦૩-૨૦૨૬ થી તા.૦૪-૦૪-૨૦૨૬ (૦૮ દિવસ) અને તા.૩૦-૦૪-૨૦૨૬ થી તા.૦૭-૦૫-૨૦૨૬ (૦૮ દિવસ) નહેર બંધ રહેશે.
આયોજન મુજબ પિયત મંડળી વિસ્તારમાં પાણી આપવાની અગ્રિમતા અપાશે. જે પિયત મંડળી વિસ્તારમાં ખેડૂતો સભ્ય થયા નથી તેઓએ પાણીની વહેંચણી મંડળીના પરામર્શમાં રહી કરવાની રહેશે. પેટા કચેરીમાં અરજી સાદર કરવી. નિર્ધારિત સમય બાદ મળેલ અરજી બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરાશે. રવિ મોસમ ૨૦૨૪-૨૫ ના સિંચાઇ માટે પાણી લેવા અરજી સ્વીકારવાની છેલ્લી નિર્ધારિત તા.૧૫-૧૧-૨૫ છે. જ્યારે ઉનાળુ ઋતુ ૨૦૨૫ ની અરજી સ્વીકારવાનીતા.૧૫-૦૩-૨૬ છે. તે મુજબ સિંચાઇકારોએ સંબંધિત જે ખેડૂતોએ સિંચાઇનું ફોર્મ ભર્યું નહીં હોય તેવા ખેડૂતોને પાણી આપવામાં આવશે નહીં, અને બીનઅધિકૃત રીતે પાણી લેવામાં આવશે તો નિયમોનુસાર દંડની કાર્યવાહી કરાશે.
ખેડૂતોએ પિયાવો સમયસર ભરી દેવાનો રહેશે. નહેરોની લાઈનીંગ/ મરામતની કામગીરી કરવાની હોવાથી કાકરાપાર ડાબા કાંઠાની તમામ નહેરો તા.૨૧-૧૨-૨૦૨૫ થી તા.૨૪-૦૧-૨૦૨૬ (૩૫ દિવસ) બંધ રહેશે. રોટેશન અનુસાર ખેડૂતોએ પાકનું આયોજન કરવું. જે માઇનોર પર ૪૦% કરતા ઓછા ફોર્મ આવેલ હશે તે માઇનોરમાં પાણી વહેવડાવવામાં આવશે નહીં. દરેક રોટેશન દરમિયાન ખાતેદારોને આપવામાં આવેલ સિંચાઇનું પાણી પ્રતિપાણ / હેક્ટર પ્રમાણે આકારણી કરવામાં આવતી હોય પાણીનો કરકસર યુક્ત ઉપયોગ કરવો. રોટેશનની તારીખમાં કોઈ ફેરફાર થશે નહીં. રોટેશન દરમિયાન ખેડૂતોએ તારીખ પ્રમાણે જરૂરિયાત અનુસાર સિંચાઇનું પાણી મેળવી લેવાનું રહેશે. ફિલ્ડ ચેનલની સાફ-સફાઈ તેમજ મરામત સિંચાઇકારોએ જાતે અગાઉથી કરી પાણીનો બગાડ અટકાવવાનો રહેશે. રોટેશન દરમિયાન બાગાયતદારને એકજવાર પાણી આપવામાં આવશે, દરેક નહેરના છેવાડાના વિસ્તારથી સિંચાઇ ચાલુ કરવાની રહેશે. જેથી સિંચાઇકારોએ સાથે સહકાર આપવાનો રહેશે એમ કાકરાપાર ડાબા કાંઠા નહેરના પિયત વિસ્તાર હેઠળની પિયત સરકારી મંડળીઓ, ખેડૂતો, ઉદ્દવહન સિંચાઇ અને પાણી પુરવઠા યોજનાઓ તેમજ ઉદ્યોગકારોને સૂચિત કરતા સુરત નહેર વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.




