Traffic Tail

વલવાડા ગામે મંદિર ફળિયામાં ખુંખાર દીપડો વન વિભાગ ના પાંજરે થયો કેદ..

SHARE:

વલવાડા ગામે મંદિર ફળિયામાં ખુંખાર દીપડો વન વિભાગ ના પાંજરે થયો કેદ..

સુરત, મહુવા:-સૂત્રો દ્વારા 19 ઓક્ટોબર ના રોજ સાંજે આઠ કલાકે પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અંબિકા તાલુકાના વલવાડા ગામે છેલ્લા કેટલાક સમય થી દીપડા ના આંટા ફેરાથી સ્થાનિકો ભયભીત થઈ ગયા હતાં.વરસાદે વિરામ લેતા જ હવે ખેડૂતો ખતીવાડી ની સાફ સફાઈ તેમજ ડાંગર ની કાપણી માં જોતરાઈ ગયા છે ત્યારે જંગલી જાનવર દીપડા ના આશ્રય સ્થાનો પણ ખુલ્લા પડી જતા હોય ત્યારે દીપડાઓ માનવ વસ્તી તરફ પ્રયાણ કરતા નજરે પડે છે આવા જ આંટાફેરા વલવાડા ગામે દીપડાના જોવા મળતા વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમ શિકારની લાલચમાં દીપડો આબાદ કેદ થઈ જવા પામ્યો હતો દીપડા ને પાંજરે કેદ થયા ની વાત વાયુ વેગે ફેલાઈ જતા મોટી સંખ્યામાં દીપડા ને જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે….

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!