દિવાળી ટાણે ભગવાન પણ સુરક્ષતિ નથી ચોરો થયા સક્રિય પુના ગામે ભવાની મંદિરને બનાવ્યું નિશાન.

સુરત,મહુવા:-અંબિકા તાલુકામાં મહુવાથી અંબિકા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે ને લગોલગ આવેલ પુના ગામે આશ્રમ ફળિયા તરફ જતા રોડ ઉપર ભવાની માતાના મંદિરે રાત્રી દરમ્યાન અજાણ્યા તસ્કરો દ્વારા મંદિર ને નિશાન બનાવવામાં આવ્યું હતું 16 ઓક્ટોબર ની રાત્રી દરમ્યાન ગાજવીજ સાથે વરસાદી માહોલ અને વીજ પ્રવાહ આવન જાવન થતો રહેતો હોવાથી ચોરો એ તક નો લાભ ઉઠવાયો હતો.ચોરો એ દાન પેટીને જ ઊંચકી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ દાનપેટી તૂટી નહિ શકતા તસ્કરો એ
દાનપેટી ને ઉપરના ભાગે પરાય જેવા મજબૂત હથિયાર વડે તોડવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજ મંદિરને એક જ વર્ષમાં બે વખત નિશાન બનાવી ચોરોએ દાનપેટી ની રકમ ચોરી ગયા હતા.હાલતો પુના ગામના મંદિરો સુરક્ષિત જણાઈ રહ્યા નથી તેમજ અગાઉ પણ હનુમાનજી મંદિરમાં ચોરી થઈ હતી છતાં પણ પુના ગામમાં મંદિરોમાં થતી ચોરી અંગે કોઈપણ ફરિયાદ કરવામાં આવતી નથી ત્યારે આ વખતે થયેલ ચોરી અંગે ફરિયાદ થશે કે નહીં તે હવે જોવું રહ્યું





