સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કારમાં મહુવા પોલીસે વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી હતી એક સફેદ રંગની ક્રેટા કાર (GJ-15-CF-9845)મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અનાવલ,કાંકરિયા,વેલનપુર સણવલ્લા ગામ થઈ નવસારી તરફ જનાર હોવાની બાતમી મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસ સણવલ્લા ગામની સીમમાં વોચ ગોઠવી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે કોર્ડન કરી કાર અટકાવી ચાલકને પકડી કાર અંદર તલાસી લેતા કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1008 નંગ બોટલ કિંમત રૂ 3,62,400 અને કાર કિંમત રૂ.10લાખ અને બે મોબાઈલ મળી કુલ્લે 13,65,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક દેવેન્દ્ર રૂપારામ પવાર (રહે-સેલવાસ)ની ધરપકડ કરી હતી જયારે વિદેશી દારૂ ભરાવનાર સેલવાસના ભરતસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





