Traffic Tail

મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકામાં વિભાજન બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની મુખ્યમંત્રીને રજૂઆત

SHARE:

મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકામાં વિભાજન બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની મુખ્યમંત્રીને રજૂઆત

 

અનાવલ : મહુવા તાલુકાનું વિભાજન કરી અંબિકા તાલુકો બનાવવા માટે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સોનગઢ અને કપરાડા તાલુકાના વિભાજન ની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના પણ વિભાજન માટે મહુવા ધારાસભ્ય એ જ મુખ્યમંત્રી ને રજૂઆત કરતા જણાવ્યું કે મહુવા તાલુકાના વિભાજન માટે તેઓએ અગાઉ પણ રજૂઆત કરતા જણાવ્યું કે મહુવા તાલુકાના વિભાજન માટે અગાઉ પણ રજૂઆત કરી હતી ત્યારે મહુવા તાલુકાના વિભાજન કરવાની સાથે અંબિકા તાલુકા તરીકે નામકરણ કરી રજૂઆત પ્રમાણે ના ગામો તાલુકા સાથે જોડવા ભલામણ કરી છે.
મહુવા તાલુકામાં ૪ જિલ્લા પંચાયત બેઠક હોય ત્યારે બન્ને તાલુકામાં બે બેઠકો જળવાય રહે એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.મહુવા અને કરચેલીયા જિલ્લા પંચાયત બેઠકમાં આવતા ગામો મહુવા તાલુકામાં જ્યારે અનાવલ અને વલવાડા જિલ્લા પંચાયત બેઠક ના ગામો અંબિકા તાલુકામાં જોડવા ની રજૂઆત કરવામાં આવી છે.
અનાવલ ખાતે પીઆઇ કક્ષાનું પોલીસ મથક બની રહ્યું છે તો બીજીબાજુ અનાવલ પંથકના ગામોની જનતાને પણ આ વિભાજન થી વહીવટી કામોમાં સરળતા રહેશે.અને સરકારી કામો માટે સમય અને રૂપિયાની બચત થશે.આ તાલુકાના વિભાજન ની રજૂઆત સાથે જ રાજકારણીઓ રાજકીય સમીકરણોના ભાવિ વરતારા જોવા લાગ્યા છે.

બોક્સ
મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ કાર્યવાહી હાથ ધરી
ધારાસભ્ય દ્વારા મહુવા તાલુકાના વિભાજન બાબતે રજૂઆત કરી છે.તો સાથોસાથ મામલતદારની ટીડીઓ ને આપેલ સૂચના અન્વયે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાની દરેક ગ્રામ પંચાયતનો ને વહીવટી સરળતા રહે ,કાયદો વ્યવસ્થા જળવાય અને આકસ્મિક સંજોગોમાં કામગીરીમાં સરળતા રહે એ માટે આ મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાના વિભાજન બાબતે ઠરાવો અંગે લેખિત પત્ર પાઠવ્યો છે.

બોક્સ
મહુવા તાલુકાના ૪૦ ગામ તો અંબિકા તાલુકામાં ૨૯ ગામો.
મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાના વિભાજન માટે રજૂઆત કરવામાં આવી છે તે પ્રમાણે વિભાજન કરવામાં આવે તો મહુવા તાલુકામાં ૪૦ ગામો અને ૬૬૬૪૧ જેટલી વસ્તી રહેશે.જ્યારે અંબિકા તાલુકામાં ૨૯ ગામોમાં ૭૮૨૬૫ જેટલી વસ્તી રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!