સુરત શહેરના વેસુના અમુક વિસ્તારનું મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવ્યું છેઃ
જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધઃ
સુરત જિલ્લાના મજુરા તાલુકાના વેસુને સીટી સર્વેમાં દાખલ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમ મુજબ મંજુરી મળી છે. જેથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરીના શીટ નં.૦૦૧૩, ચા.નં.૧૫નું રેકર્ડ તૈયાર કરીને તા.૨૭/૯/૨૦૨૫ના રોજ પ્રમાણિત કરવામાં આવનાર છે.
આ વેસુના તૈયાર થયેલા રેકર્ડ, પ્રોપર્ટી, કાર્ડ, નકશા કે અન્ય રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેની સામે કોઈને વાંધો હોય તો તા.૨૭મી સપ્ટેમ્બર સુધીમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરી, એ-બ્લોક આઠમો માળ, બહુમાળી મકાન, નાનપુરાની કચેરી ખાતે લેખિતમાં રજુ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધઃ





