૧૬મી સપ્ટેમ્બરે વલસાડની ITI પારડી ખાતે જોબ ફેર યોજાશેઃ
ઇલેક્ટ્રીશિયન ડિપાર્ટમેન્ટના વિધાર્થીઓ માટે સુવર્ણ તક
ભારતમાં યુટિલિટી ક્ષેત્રે જાણીતી ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રા અને આઈટીઆઈ પારડીના સંયુકત ઉપક્રમે આગામી તાઃ૧૬મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે વલસાડની ITI પારડી ખાતે ઇલેક્ટ્રીશિયન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે ‘સ્ટુડન્ટ ટ્રેનિંગ ઇન ઇલેક્ટ્રીશિયન પ્રોગ્રામ’ હેઠળ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેશનનું આયોજન કરાયું છે. એનર્જી સેક્ટરમાં મેનપાવરની વધી રહેલી ડિમાંડને ધ્યાને રાખીને આ સેશન યોજવામાં આવી રહ્યું છે. આ એક દિવસીય પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓને એનર્જી સેક્ટરમાં આધુનિક ટેક્નોલોજી, સેફ્ટી પ્રોટોકોલનો પ્રેક્ટિકલ નોલેજ આપવાનો છે. શોર્ટલિસ્ટ કરાયેલા સ્ટુડન્ટ્સને કંપની સાથે કામ કરવાનો મોકો મળશે. કંપનીના એક્સપર્ટ્સ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપશે. ઈન્ટેલીસ્માર્ટ આગામી ત્રણ વર્ષમાં આ પ્રકારના સ્ટેપ પ્રોગ્રામ થકી દેશભરમાં ૧૦ હજારથી વધુ યુવા ટેક્નિશિયન્સને ટ્રેન્ડ કરશે. અગાઉ ITI આણંદમાં યોજાયેલા સ્ટેપ પ્રોગ્રામમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.





