Traffic Tail

મહુવાના ગાંગડીયા ગામે બાઇક સ્લીપ થતા 61 વર્ષીય આધેડનું મૃત્યુ.

SHARE:

મહુવાના ગાંગડીયા ગામે બાઇક સ્લીપ થતા 61 વર્ષીય આધેડનું મૃત્યુ.

મહુવા તાલુકાના ગાંગડીયા ગામે મોટર સાયકલ હંકારી કામે જતા 61 વર્ષીય આધેડનું બાઇક સ્લીપ થતા શરીરે ગંભીર ઇજાઓ સાથે મોત નીપજ્યું હતું.

ગાંગડીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા રમેશ રશુલ પટેલ ઉ.વ.61 ગતરોજ મોડી સાંજે તેમના કબ્જાની બજાજ કાવસાકી મોટર સાયકલ નં. GJ-15-H-5603 હંકારી કુમકોતર અનાવલ રોડ ઉપર આવેલ ગાંગડીયા ગામના બેડા ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પુરઝડપે હંકારાતી તેમની મોટર સાયકલ અચાનક સ્લીપ ખાતા આધેડ ચાલક રસ્તા ઉપર પછડાયા હતા. તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે દરમિયાન તેમને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નિપજતા તેના પુત્રની ફરિયાદ નોંધી મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!