Traffic Tail

મહુવા, બારડોલી અને વાલોડ તાલુકાના 41 ગામમાં 10 કરોડથી વધુના ખર્ચે નવા પંચાયત ઘરો બનશે.

SHARE:

મહુવા, બારડોલી અને વાલોડ તાલુકાના 41 ગામમાં 10 કરોડથી વધુના ખર્ચે નવા પંચાયત ઘરો બનશે.

170 મહુવા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બારડોલી અને મહુવા તાલુકાના ઘણા ગામોમાં પંચાયત ઘરના મકાનો જર્જરિત છે.ઘણા જર્જરિત મકાન દર ચોમાસે ઘણા મકાનોમાં પાણી પણ ગળે છે.આ જર્જરીત પંચાયત ઘર અંગે 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને ધ્યાને આવતા ત્વરિત તેમણે પોતાના કાર્ય વિસ્તારમાં આવતા મહુવા,વાલોડ અને બારડોલી તાલુકાના ગામોમાં નવા પંચાયત ઘર બનાવવા માટે સરકારમા લેખિત રજુઆત કરી હતી જે રજુઆત આધારે રાજય સરકાર દ્વારા બારડોલી તાલુકાના 170 મહુવા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામો જેવા કે કરચકા,નસુરા, રજવાડ,નાની ભટલાવ,જુનવાણી,ઉવા,કાંટી ફળિયા, મોટી ભટલાવ,ઉતારા એમ 9 ગામોમાં 25-25 લાખ મળી 2.25 કરોડના ખર્ચે નવા પંચાયત ઘર મંજૂર કર્યા છે.જ્યારે મહુવા તાલુકાના ગામો જેવા કે, મિયાપુર,વાંક,કોદાદા,રાણત,નરડા,આમચક,વાછાવડ,કવીઠા જૂથ,ધોળીકુઈ, ઘડોઈ, નિહાલી, કુમકોતર, વેલણપુર, બુટવાડા,અનાવલ,કરચેલીયા,ખરવાણ, મહુવરિયા,નળધરા,શેખપુર,ઉમરા,વહેવલઅને વલવાડા મળી 23 ગામોમાં સરકારની વિવિધ યોજનામાંથી 6.24 કરોડના ખર્ચે નવા પંચાયત ઘરો મંજુર કરાયા છે.મહુવા ધારાસભ્યની રજૂઆત બાદ મહુવા અને બારડોલી તાલુકાના 32 ગામોમાં 8.49 કરોડના ખર્ચે નવા પંચાયત ઘર બનવાના સમાચાર મળતા જ ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને મહુવા ધારાસભ્યની કામગીરી બિરદાવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!