Traffic Tail

ભગવાનપુરા ખાતે યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિનની ઉજવણી.

SHARE:

ભગવાનપુરા ખાતે યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિનની ઉજવણી.

આજરોજ 26 જુલાઈના રોજ મહુવા તાલુકાના ભગવાન પુરા ખાતે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ મોરચા પ્રમુખ ઘનશ્યામ ગરાસીયા તાલુકા ભાજપના યુવા મોરચાની ટીમ દ્વારા કારગીલ વિજય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ વિજય દિવસ” કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના બામણીયા ગામના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ભરતભાઈ મનુભાઈ પટેલ ને પુષ્પાંજલિ આપવામાં આવી હતી અને તેમના માતા “બબલીબેન મનુભાઈ પટેલ” નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે “શહીદો અમર રહો ના નારા સાથે” એમનું સન્માન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં મહુવા તાલુકા યુવા મોરચાની સમગ્ર ટીમ, સહિત મહુવા તાલુકા સંગઠન મહામંત્રી હસુભાઈ પટેલ,સરપંચો ભગવાનપુરા ગામના સરપંચ ધનસુખભાઈ, તેમજ આજુબાજુના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!