તા.૨૦ થી ૨૨ જુલાઈ સુધી તેના- વાંસવા- દામકા રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:
તેના વાસવા દામકા રોડ પર તેના ખાડી ચેઇનેજ ૦/૪૦૦થી ૧/૨૦૦ પર આવેલ તેના બ્રીજનું લોડ ટેસ્ટ કરવાનું હોવાથી ટ્રાફિક સરળતા માટે આગામી તા.૨૦ થી ૨૨ જુલાઈ સુધી તેના- વાંસવા- દામકા રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ ટ્રાફિકને ડાયવર્ઝન આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર, તેના-વાસવા- દામકા રોડ પર તેના ખાડી પર આવેલ બ્રિજ પર આવવા-જવા માટે હજીરા મોરથી તેના તરફ જતો ટ્રાફિક NH53 પરથી ઈચ્છાપુર ચોકડી થઈ ઈચ્છાપુર જહાંગીરપુરા વરીયાવ નવી પારડી રોડ પર થઈ તેના પર આવેલ ભેંસાણ ચોકડી થઈ તેના બરબોધન ભેંસાણ રોડ થઈ તેના તરફ જઈ શકશે. સદર રૂટ પર બન્ને તરફ અવર જવર થઈ શકશે.આ જાહેરનામું તા.૨૦/૦૭/૨૦૨૫ થી તા.૨૨/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને તણો ભંગ કરનાર સજાને પાત્ર રહેશે.




