તા.૨૬ અને ૨૭મી જુલાઈએ સ્વામિનારાયણ મિશન-સુરત ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ યોજાશે
દિવ્યાંગજનોને સ્વાવલંબી અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે શ્રી સ્વામિનારાયણ મિશન, લસકાણા-વાલક રોડ, વાલક પાટિયા ખાતે આગામી તા.૨૬ ને ૨૭ જુલાઈ (શનિ-રવિ) એ સવારે ૮.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ યોજાશે. ‘સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો’ થીમ સાથે સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા યોજાનાર આ કેમ્પમાં જેમણે અકસ્માત, બીમારી કે અન્ય કારણોસર પોતાના હાથ કે પગ ગુમાવ્યા હોય તેઓને નિઃશુલ્ક હાઈટેક કૃત્રિમ અંગો આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે મો.98750 13038 સંપર્ક કરવો. કેમ્પમાં આધારકાર્ડ, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ લઈને આવવું. કેમ્પનું સ્થળ આ ગૂગલ મેપ લિંક https://maps.app.goo.gl/a2sDm2P52ejgNLTPA?g_st=ipc પરથી જાણી શકાશે. જરૂરિયાતમંદ દિવ્યાંગજનોએ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે.




