Traffic Tail

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

SHARE:

ચોમાસું – ૨૦૨૫

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

આજે સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા નોંધાયો

રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!