Traffic Tail

વહેવલ ગામે પાંચ પ્રાથમિક શાળાઓ નવ આંગણવાડીઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

SHARE:

વહેવલ ગામે પાંચ પ્રાથમિક શાળાઓ નવ આંગણવાડીઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

મહુવાનાં વહેવલ ગામે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પાંચ પ્રાથમિક શાળાઓ નવ આંગણવાડીઓમાં તારીખ 28-6-2025 ના રોજ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ડો. નિલય પટેલ નાયબ પશુપાલન અધિકારી, સુરત


મહુવા તા.પં. ના સભ્યો ચંદ્રેશભાઇ પટેલ, વિક્રમભાઈ પટેલ વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ તથા વ્યવસ્થાક મંડળ ના સભ્યો, સરપંચ સંજયભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં હોદ્દેદારો ગામ આગેવાનો તેમજ સી.આર.સી પ્રજ્ઞાબેન પટેલ લાયઝન ઓફિસર કમલેશભાઈ પટેલ તથા તમામ શાળાઓનાં એસ.એમ.સી. સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. શાળાની બાળાઓએ સુંદર પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યું હતું. મહેમાનોનું પુસ્તકો દ્વારા સન્માન કરાયું હતું.

આ પ્રસંગે વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ના પ્રમુખ નરોતમભાઈ પટેલે જણાવ્યું હતું કે “સ્વર્ણિમ ગુજરાતનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ” ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલો “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને નામાંકન દરમાં વધારો કરવા સાથે સાથે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો રહ્યો છે. આ જ દૃષ્ટિકોણને અનુસરી “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૫” નાં અંતર્ગત આજરોજ મહુવા તાલુકાનાં વહેવલ ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં નાનાં ભૂલકાંઓને કુમકુમ તિલક કરી બાલવાટિકા અને ધોરણ-૧માં તથા આંગણવાડીઓમાં નવનામાંકિત નાના ભૂલકાંઓને સ્નેહસભર વ્હાલપ સાથે આવકારી શાળા પ્રવેશ કરાવી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હર્ષભેર પ્રવેશ કરાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ વહેવલ ગ્રામજનો વતી હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વહેવલ દૂધ મંડળી લિ. નાં વ્યવસ્થાપક મંડળ દ્વારા
વર્ષ 2003 થી આજ દિન સુધીનાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમારા વહેેવલ ગામની તમામ શાળાઓમાં પ્રવેશ મેળવેલ બાળકોને શૈક્ષણિક કીટ આપીએ છીએ. અને તેમને આવકારીને વિદ્યારંભ કરાવી આ શિક્ષણનાં મહાયજ્ઞમાં સહભાગી થયા છે. જેની ફળશ્રુતી સ્વરૂપે સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરીને હાલ અમારાં ગામનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.તથા કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવીને ગુજરાત સરકાર નાં અલગ અલગ વિભાગોમાં હાલ કાર્યરત રહી સેવા આપી રહ્યા છે. અને જુદાં જુદાં વ્યવસાયો અપનાવીને “આત્મનિર્ભર” બન્યા છે.

 

ઉપસ્થિત અગ્રણીઓએ શાળાઓમાં નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ભેટ મળેલ શૈક્ષણિક કીટ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કન્યા કેળવણી તથા પર્યાવરણનું મહત્વ સમજાવતા સુંદર વક્તવ્યો રજૂ થયા હતાં. વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે દાતાઓનું સન્માન શાળા પરિવાર દ્વારા કરાયું હતું. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી વહેવલ મુખ્ય શાળાનાં આચાર્ય ગણેશભાઈ પટેલે આપી હતી. શાળાના પરિસસરમાં “એક પેડ માં કે નામ અભિયાન” અન્વયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પ્રાથમિક શાળાઓનાં આચાર્યો, શિક્ષકો તથા આંગણવાડી કર્મચારીઓ, વહેવલ પી.એચ.સી. સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!