Traffic Tail

બારડોલી ખાતે જમીન-પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવા જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરતઃ

SHARE:

બારડોલી ખાતે જમીન-પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવા જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરતઃ

ખેડૂતો નજીવા શુલ્કથી જમીન અને પાણીની ચકાસણી કરાવી શકે છે
સુરત જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે બારડોલી ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે, જેમાં માટી અને પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડૂત ખાતેદાર પોતાની ખેતીની માટીના અને પાણીના નમુનાની ચકાસણી કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરનો માટી અને પાણીનો નમૂનો લઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, અલંકાર સિનેમાની બાજુમાં, તેન રોડ બારડોલીની કચેરીએ આપવા. આ માટે સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની મુખ્ય તત્વો રૂ.૧૫, સુક્ષ્મ તત્વો રૂ.૧૫ અને પાણીના પ્રતિ નમૂના લેખે રૂ.૧૫ ફી લઈ ચકાસણી કરી અપાશે. જમીન-પાણીના નમૂના લેવાની પધ્ધતિ અને આ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવો એમ મદદનીશ મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, બારડોલીની યાદીમાંમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!