Traffic Tail

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો

SHARE:

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો
ઉનાળામાં બદલાતા વાતાવરણ અને ગરમી તેમજ આ ખરીફ સિઝનમાં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખી ખેતરમાં ગુલાબી ઇયળ/પિંક બોલવોર્મ નામની જીવાતના ઉપદ્રવથી કપાસને બચાવવા માટે કપાસ વાવતા ખેડૂતોએ હાલ ઉનાળામાં નીચે મુજબનાં પગલાં લેવા હિતાવહ છે.
ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલ ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે. કપાસની વાવણી કરતાં પહેલાં ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષો/જળિયાંનો વીણીને નાશ કરવો. ખેતરની ફરતે આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો/કરસાંઠી/ અવશેષોના ઢગલાં કરવા નહી.
આ અંગે વધુ જાણકારી સ્થાનિક ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તા.અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિ.ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!