મહુવા સુગરમિલના મુખ્ય ગેટ પર એક લાલ કલરની ફોર વિલર કાર આવીને અચાનક આવીને ઉભી રહી ગઈ હતી.અને ચાલકે ગાડી બંધ કરી અચાનક સ્ટેરિંગ છોડીને ગાડીમાં આડો પડી ગયો હતો.ગેટ પરના સિક્યુરિટી ગાર્ડે ઘટના જોતા આ બાબતની જાણ ઉપર કરતા સિક્યુરિટી ગાર્ડ પ્રધાન તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ત્યારબાદ અંદર સવાર ચાલક બેભાન અવસ્થામાં હોય તેમજ પરસેવાથી રેફઝેફ હોય તેથી ગાડીના લોક ખોલવા માટે જાણકારની મદદ વડે દરવાજાને ખોલવાની તજવીજ હાથ ધરી હતી.પરંતુ દરવાજો ખોલી નહિ શકાતા આખરે દરવાજાના કાચને તોડવામાં આવ્યો હતો અને દરવાજાના લોકને અંદરથી ખોલવામાં આવ્યો અને અંદર સવાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે બહાર કાઢ્યા બાદ આ કાર ચાલક મહુવા સુગરમિલનો જ કર્મચારી હોવાનું બહાર આવ્યું હતું અને બહાર કાઢ્યા બાદ આ કર્મચારી નશામાં ધૂત હોય જેથી ભાન ભૂલતા કાર અંદરથી લોક કરી કારમાં જ આડો પડી ગયો હતો.ત્યારે મહુવા સુગર ફકેટરીના ગેટ પર અચાનક આવી ચઠેલી કાર અને કાર ચાલક બેભાન અવસ્થામાં હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.




