Traffic Tail

મહુવા સરકારી કચેરી કે પોલીસમથકની આસપાસ જ મંડરાતી કાળા કાચ વાળી કાર કોની?

SHARE:

સુરત જિલ્લામાં કેટલીક બાબતોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકાના ગામોમાં ઠેરઠેર કારના કાચ પર કાળી ફિલમ્ લગાવી ચાલકોઍ માઝા મુકી છે.અનેક કાર પર કાળી ફિલમ્ તથા નંબર પ્લેટ વગરની કાર ફરી રહી છે. ત્યારે આ વાત કયા નબીરાની કે જેઓને તંત્રનો પણ ડર નથી?કે પછી સરકારીબાબુ જ આ કાળા કાચની કાર વાપરે? આ સવાલો જાગૃત જનતામાં ઉદ્દભવ્યા છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાં ફરતી આવી કારો આરટીઓના નિયમોને નેવે મુકી છડે ચોક ફરી રહી છે. જયારે સામાન્ય નાગરીકોને આવી ફિલ્મ કે નંબર પ્લેટ વગર આરટીઓના ખમતીધર પોલીસ અધિકારીઓ દંડ ફટકારી તેને કોર્ટ અને આરટીઓમાં મેમા ભરવા મોકલતા હોય છે. પરંતુ સરકારી કચેરી કે મહુવા પોલીસમથક ના કેમ્પસમાં જ આસપાસ મંડરાતી કાળા કાચ વાળી કાર કાયદાનો ભંગ થાય તે બાબતે કેમ નજરઅંદાજ કરવામાં આવે તે સવાલો આમજનતામાં ઉઠવા પામ્યા છે.
બિન્દાસ્તપણે ફરતી ઠેર ઠેર કાર પર કાળી ફિલમ લગાડી કોણ માલેતુજાદારો ફરી રહ્ના હોવાની બુમ જાગૃત જનતામાં પડી રહી છે. કોઈકવાર પોલીસ અને આરટીઓ દ્વારા કાર પર કાળી ફિલમ ન લગાવવા ઝુંબેશ હાથ ધરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આવી ઝુંબેશ ચલાવનાર અધિકારીઓ પાણીમાં બેસી ગયા છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઠેર ઠેર નંબર પ્લેટ વગરની કાર ૫ણ કાયદાનો છડે ચોક વિરોધ કરતી દેખાઈ રહી છે. સામાન્ય નિમય મુજબ નંબર પ્લેટ વગરની કાર પર ઍપ્લાઈંડ ફોર રજીસ્ટ્રેશન લખીને રોડ પર લાવી શકાય છે. પરંતુ સરકારી કચેરીઓની આસપાસ જ ફરતી રહેતી અને સરકારીબાબુ ઓ પણ ક્યારેક આવી જ કારમાં ફરીને આરટીઓના નિયમની ઐસી કી તૈસી કરી કારના કાચ પર કાળી ફિલ્મ્ અને નંબર ન હોવા છતા કાયદાનું ઉલંઘન કરી કાર ચલાવવામાં આવી રહી છે.

ઍક તરફ સામાન્ય નાગરીકોને કાયદાનો બોધ પાઠ શિખવાડવા માટે આરટીઓના બાહોશ અધિકારીઓ કોર્ટનો કે આરટીઓનો મેમો ધરી દબંગાઈ દેખાડતા હોય છે. પરંતુ હાલ નબીરાઓ દ્વારા આવી કાર દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરે તો કેમ આરટીઓ તેરીભી ચુપ મેરીભી ચુપ જેવો ઘાટ ઘડતી હોય છે ? તેવા સવાલો સામાન્ય જનતામાં ચર્ચામાં આવી રહ્ના છે.
ઍક સમયે આવી કારોના માલિકોને રસ્તા વચ્ચે કાર ઉભી રાખી કાળી ફિલમ્ ઉતારવામાં આવતી હતી. પરંતુ સલગ્ન તંત્ર દ્વારા આવા કારધારકોને છાવરવામાં આવતા હોય અને રસ્તામાં કાયદાનું ઉલંઘન કરી ફરે તો સામાન્ય નાગરીક પર શું કાર્યવાહી કરી શકાય તેવી વાતો સાથે સામાન્ય જનતા રોષ વ્યકત કરી રહી છે.

મહુવા પોલીસ મથક સામે જ પાર્ક કરાતી કાળા કાચની કાર કોની એ સવાલ લોકોને ઉદ્દભવી રહ્યો છે.
મહુવા પોલીસ મથકે કાળા કાચ ધરાવતી કાર સવારથી જ પાર્ક થઈ જાય છે.રેસ માટે જાણે રેડી પોઝિશનમા જ હોય તેમ આ કારો કોની છે? કોની મહેરબાનીથી આ કારો બિનદાસ્તપણે બેરોકટોક ફરે છે?મહુવા પોલીસ મથકના કેટલાક ફોલ્ડરિયા પણ કાળા કાચની કાર લઈને ફરી રહ્યા છે.તો જવાબદાર અધિકારી પણ નંબર પ્લેટ વગરની કાર લઈને ફરી રહ્યા છે તો બીજી તરફ મહુવા પોલીસ દ્વારા મિયાંપુર ચોકડી નજીક થી પસાર થતાં વાહન ચાલકોને કાયદો બતાવવા એજ વાહન ચાલકોને મહુવા પોલીસ મથકે લઈ જઈ દંડ વસુલવામાં આવે છે ત્યારે મહુવા પોલીસ મથકે સવારથી જ પાર્ક થતી કારો દીવા તળે જ અંધારું જેવો ઘાટ બની જવા પામ્યું છે મહુવા પોલીસ મથક ત્યારે આ કાળા કાચવાળી કારોને કેમ કાયદા નથી લાગતા? હાલ તો આ બાબત પણ તપાસનો વિષય બની જવા પામ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!