શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળના નવા મંત્રી તરીકે કમલેશભાઈ ગામીતની સર્વાનુમતે વરણી
વલવાડા:
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ, વલવાડાની કારોબારી સભા સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ એન. પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવાર, તા. ૩ સપ્ટેમ્બરના રોજ સંસ્થાના બોર્ડરૂમમાં યોજાઈ ગઈ હતી. આ સભામાં એજન્ડા મુજબની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સંસ્થાના મંત્રીશ્રી ઈચ્છુભાઇ પટેલના દુઃખદ અવસાનના પગલે ખાલી પડેલી મંત્રી પદની જગ્યા માટે કારોબારી સભ્ય શ્રી ચંદ્રકાંતભાઈ પટેલે કમલેશભાઈ આઈ. ગામીતના નામની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને સહમંત્રી શ્રી રામુભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. સભામાં હાજર રહેલા તમામ કારોબારી સભ્યોએ સર્વાનુમતે કમલેશભાઈ ગામીતની સંસ્થાના નવા મંત્રી તરીકે પસંદગી કરી હતી.
વરણી બાદ સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલે કમલેશભાઈ ગામીતને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંડળના તમામ હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર શાળા પરિવારે કમલેશભાઈ ગામીતને નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.



