સરકારી કોલેજ કાછલ ખાતે ‘ઉદ્દીશા’ અંતર્ગત ‘Basic English Language and Communication’ લેકચર સીરીઝ યોજાઈ

મહુવા/કાછલ:
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે ‘ઉદ્દીશા’ ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે “Basic English Language and Communication” લેકચર સીરીઝની બીજી શ્રેણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીના માર્ગદર્શન અને મંજૂરીથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે R.N.G. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બારડોલીના આસિસ્ટન્ટ પ્રોફેસર (મેનેજમેન્ટ) ડૉ. તૃપ્તિબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “English Unlocked” વિષય હેઠળ અંગ્રેજી વ્યાકરણના પાયાના ઘટકો જેવા કે Tense, Active-Passive Voice, Modal Auxiliaries અને Subject-Verb Agreement અંગે વિદ્યાર્થીઓને અત્યંત રસપ્રદ અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરી સાહેબે વર્તમાન સમયમાં અને કારકિર્દી ઘડતરમાં બેસિક અંગ્રેજી ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના બી.કોમ. અને બી.એસસી.ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ‘ઉદ્દીશા’ના કો-ઓર્ડિનેટર પ્રા. આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.



