ખેતર બોરમાંથી મોટરની ચોરી અને સ્મશાન ભૂમિમાં અસામાજિક તત્વોનો અડ્ડો: પુના ગામે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

SHARE:

ખેતર બોરમાંથી મોટરની ચોરી અને સ્મશાન ભૂમિમાં અસામાજિક તત્વોનો અડ્ડો: પુના ગામે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

​અનાવલ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે અરજી દાખલ
​સર્વે નંબર ૨૭૧ માંથી ૩ HP ની પિયત મોટર ચોરાઈ
​સ્મશાન ભૂમિમાં અસામાજિક તત્વોના જમાવડાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભય


અંબિકા:-
અંબિકા તાલુકાના મોજે પુના ગામે ચોરીના બનાવો અને અસામાજિક પ્રવૃત્તિઓમાં થઈ રહેલા વધારાને પગલે સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પુના ગામના ખેડૂત ગોવિંદભાઈ છગનભાઈ પટેલની સીમ જમીનમાં આવેલ બોરમાંથી પિયત માટે મુકેલી ૩ HP ની મોટરની ચોરી થતાં તેમણે અનાવલ પોલીસ મથકે લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
​મળતી માહિતી મુજબ,મોજે પુના ખાતે આવેલી સર્વે નંબર 271 વાળી ખેતીની જમીનમાંથી અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે ૩ HP ની વોટર મોટર ચોરી ગયા હતા.ખેડૂત ખેતરે પહોંચતા મોટર ગાયબ જણાતાં આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી,પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે પોલીસ મથકનો સંપર્ક સાધવો પડ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર,પુના ગામની સ્મશાન ભૂમિ અને તેની આસપાસના સીમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો અવારનવાર જમાવડો થાય છે.મોડી રાત્રે અજાણ્યા ઈસમો ત્યાં એકઠા થઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાથી ચોરી જેવા ગુનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.સ્મશાન ભૂમિ જેવા પવિત્ર સ્થળે અસામાજિક તત્વોના અડ્ડાથી સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં અસલામતી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.​પોલીસ પેટ્રોલિંગ સામે ચોતરફથી ઉઠતા સવાલો રાત્રિના સમયે સીમ વિસ્તાર તેમજ સ્મશાન ભૂમિ નજીક કોઈ જ પોલીસ વાહન કે જવાનોનું પેટ્રોલિંગ ન દેખાતાં ખાખીની કામગીરી સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે અનાવલ પોલીસ દ્વારા ચોરાયેલી મોટરનો સત્વરે પત્તો મેળવવામાં આવે અને સ્મશાન ભૂમિ તથા સીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી અસામાજિક તત્વો પર કડક અંકુશ લાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!