ઝેરવાવરાના ગાંધીનગર ફળિયા નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: એક વ્યક્તિને ગંભીર ઇજા

SHARE:

ઝેરવાવરાના ગાંધીનગર ફળિયા નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: એક વ્યક્તિને ગંભીર ઇજા

​અંબિકા:-ઝેરવાવરા સ્થિત ગાંધીનગર ફળિયા નજીક આજે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
​મળતી માહિતી અનુસાર, ગાંધીનગર ફળિયા નજીક એક મોટરસાઇકલ રસ્તાની સાઇડમાં ઉભી હતી, તે દરમિયાન અચાનક આવેલી અન્ય એક પુરપાટ ઝડપે દોડતી મોટરસાઇકલે ઉભેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ એક બાઇક ચાલક જમીન પર પછડાતાં તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
​ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. બનાવ અંગે તુરંત જ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!