મહુવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું.
મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં મહુવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો.હાલમાં ધાર્મિક પર્વ નવરાત્રી મહોત્સવ તેમજ ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ભારત પાકિસ્તાન મેચના સંદર્ભમાં મહુવા પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.તા.14 ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાનાર છે તેમજ તા.15 મી ના રોજથી નવરાત્રી પર્વ નો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે પ્રજા જનો નિર્ભય બની શાંતિપૂર્ણ વાતાવરણ માં તહેવાર ની ઉજવણી કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોમાં વિશ્વાસ નું વાતાવરણ બની રહે અને સમગ્ર તાલુકામાં સુલેહ શાંતિ જળવાઈ રહે એ માટે ઉચ્ચ અધિકારીઓ ના આદેશથી મહુવા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટેલ ના નેતૃત્વ હેઠળ મહુવા ટાઉન વિસ્તારમાં મહુવા પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.






