Traffic Tail

સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા રિસિવિંગ-ડિસ્પેચિંગ અને કંટ્રોલ રૂમ સજ્જ

SHARE:

સુરત જિલ્લા-તાલુકા પંચાયત: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬

સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા રિસિવિંગ-ડિસ્પેચિંગ અને કંટ્રોલ રૂમ સજ્જ

સુરત જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની વહીવટી તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો તેમજ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કાર્યરત કરાયા છે.
ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે દરેક તાલુકા મથકોએ ખાસ રિસિવિંગ-ડિસ્પેચિંગ કેન્દ્રો કાર્યરત કરાયા છે, ચોર્યાસી તાલુકા માટે ભરથાણા વેસુની નવ નિર્માણ વિદ્યાલય અને ઓલપાડ તાલુકા માટે શ્રી પી.કે. દેસાઈ કેળવણી મંડળની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મુખ્ય કેન્દ્ર અને કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. કામરેજ તાલુકાની ચૂંટણી સામગ્રીનું વિતરણ અને રિસિવિંગની કામગીરી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામ કબીર શૈક્ષણિક સંકુલ ખાતેથી કરવામાં આવશે, જ્યારે બારડોલી તાલુકા માટે અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે કંટ્રોલ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે. પલસાણા તાલુકા માટે શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડી.બી. હાઈસ્કુલ અને અંબિકા અને મહુવા તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ અને કંટ્રોલ રૂમ તૈયાર કરાયું છે. માંડવી અને તાલુકા માટે બી.બી. અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંગરોળમાં એસ. પી. એમ મદ્રેસા હાઈસ્કૂલ કેમ્પસ અને ઉમરપાડા તાલુકામાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરો તેમજ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
જ્યાંથી મતદાન ટુકડીઓને જરૂરી સામગ્રી અને ઈવીએમ (EVM) મશીનોનું વિતરણ કરાશે તથા મતદાન પૂર્ણ થયા બાદ આ તમામ સામગ્રી સુરક્ષિત રીતે પરત સ્વીકારવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર ઝીણવટભરી નજર રાખવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ, આ તમામ કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરી શકાય.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!