આંગલધરા ગામે પિયત નહેરમાંથી અજાણી મહિલા ની લાશ મળી.

SHARE:

આંગલધરા ગામે પિયત નહેરમાંથી અજાણી મહિલા ની લાશ મળી

અંબિકા તાલુકા ના આંગલધરા ગામની સીમ માંથી પસાર થતી પિયત નહેર ના પાણીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી.

અનાવલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ બપોરના સમયે આંગલધરા ગામની સીમ માંથી વહેતી ઉકાઈ ડાબા કાંઠા ની નહેર ના ચાપલધરા ડિસ્ટ્રિક્ટ ખેતીવાડી પિયત નહેર ના પાણીમાંથી આશરે ૫૦ થી ૫૫ વર્ષ ની વય ની જણાતી એક અજાણી મહિલાની ડૂબી ને મારણ ગયેલ હાલત માં લાશ મળી આવી હતી. વાંસદા તાલુકાના ખાંભલા ગામે રહેતા જલ્કુ માધ્યા પટેલે અનાવલ પોલીસ ને જાણ કરતા પોલીસે લાશ નો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી સાથે મરનાર મહિલા ના વાલીવારસો ની તપાસ તથા મહિલા ની ઓળખ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!