દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ૧૭ અને ૧૮ માર્ચના રોજ મેગા ડીસકનેક્શન ડ્રાઈવ-વીજ જોડાણો કાપવા માટેનું મહાઅભિયાન
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા આગામી તા.૧૭ અને ૧૮ માર્ચમી માર્ચ બે દિવસ માટે વીજ કંપનીની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચુકવવાના બાકી રહેલા વીજ બિલોની વસૂલાત માટે વીજ જોડાણો કાપવા માટેની મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી જે ગ્રાહકોના વીજ બિલની ચુકવણી બાકી હોય તેઓએ પોતાની બાકી રહેલા વીજ બિલની રકમ તાત્કાલિક અને સંપૂર્ણ ચુકવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
વીજ જોડાણો કાપવાની કાર્યવાહીથી બચવા માટે ગ્રાહકોએ સમયસર વીજ બિલની નિયમિત ચુકવણી કરવાની રહેશે. મેગા ડીસકનેક્શન ડ્રાઈવ – વીજ જોડાણો કાપવા માટેનું મહાઅભિયાન પહેલાં, તમામ ગ્રાહકોએ તેઓના બાકી રહેલા વીજ બિલની સંપૂર્ણ રકમ તાત્કાલિક જમા કરાવી દે.
જો મેગા ડીસકનેક્શન ડ્રાઈવના દિવસે કે, ત્યારબાદ પણ સતત ચાલતી વીજ બિલ વસુલાતની કાર્યવાહીમાં કોઈ ગ્રાહકનું કનેક્શન ડીસકનેક્ટ કરવામાં આવશે, તો ત્યારબાદ વીજ બિલની બાકી રહેલા ૧૦૦ ટકા રકમ તેમજ રી-કનેક્શન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી કર્યા બાદ જ કનેક્શન ફરીથી રી-કનેક્ટ કરવામાં આવશે.
ગ્રાહકો દ્વારા વીજ બિલની રકમ કંપનીની સ્થાનિક પેટા વિભાગીય કચેરી, નજીકના વિસ્તારના ઈ-ગ્રામ સેન્ટર, CSC સેન્ટર તેમજ વિવિધ ઓનલાઈન પેમેન્ટ માધ્યમો તથા સ્માર્ટ મીટર એપ દ્વારા સરળતાથી ભરપાઈ કરી શકાય છે. તે ઉપરાંત DGVCL ની વેબસાઈટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, UPI સહિતના ઓનલાઈન વિકલ્પો દ્વારા પણ ચુકવણી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે ગ્રાહકોને DGVCL ની વેબસાઈટ www.dgvcl.com ની મુલાકાત લેવા અથવા કસ્ટમર કેર સેન્ટર નંબર ૧૯૧૨૩ પર સંપર્ક કરી શકાશે.
ડીજીવીસીએલ નાણાં અને હિસાબ વિભાગ દ્વારા તમામ વીજ ગ્રાહકોને પોતાની બાકી રહેલ વીજ બિલની રકમ તાત્કાલિક ચુકવી દેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.





