પુના આશ્રમ ફળિયા ખાતે લીકેજ થયેલ ટ્રાન્સફોર્મર બદલી દેવાતા મોટી હોનારત ટળી.

SHARE:

પુના આશ્રમ ફળિયા ખાતે લીકેજ થયેલ ટ્રાન્સફોર્મર બદલી દેવાતા મોટી હોનારત ટળી.

બામણિયા સબ ડિવિઝન ના તાબા હેઠળ આવતા પુના ગામના આશ્રમ ફળિયા ખાતે વીજ ટ્રાન્સફોર્મરમાં મોટી હોનારત ટળી જતા સ્થાનિકોએ રાહત નો દમ લીધો.


અંબિકા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર માં  બ્લાસ્ટ જેવી મોટી હોનારત ટળી જવા પામી છે પુના ખાતે આવેલ જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈન નું આશ્રમ ખાતેનું વીજ ટ્રાન્સફોર્મરમાં કાટ લાગી જતા નીચેના ભાગે કાણું પડી જતા ઓઇલ લીકેજ થવાની ઘટનાથી સ્થાનિકો ભયભીત થઈ ઉઠ્યા હતા જે બાબતને લઈ બામણિયા સબ ડિવિઝન ને જાણ કરવામાં આવતા બામણિયા સબ ડિવિઝનના ઉચ્ચ અધિકારી ની ટીમ સવારે લગભગ 11 થી 12 વાગ્યા ના આસપાસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિની ગંભીરતા ને જોતા તાત્કાલિક ધોરણે વીજ ટ્રાન્સફોર્મરને બદલવાના ઓડર આપવામાં આવ્યા જેને લઈ આજે સાંજ સમયે વીજ કંપની ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે વીજ ટ્રાન્સફોર્મરને બદલવામાં આવ્યું હતું બામણિયા સબ ડિવિઝન ની સતર્કતા ના પગલે વીજ ટ્રાન્સફોર્મરથી મોટી હોનારત ટળી જવા પામી હતી જેથી સ્થાનિકો એ રાહત નો દમ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!