અરેઠ-બોધાન ઘલા રોડ પર આવેલા મેજર બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
અરેઠ બોધાન ઘલા રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૨૦ રોડની ચે.૧૦/૦ થી ૧૦/૨૦ ઉપર આવેલ મેજર બ્રીજના રિકન્સ્ટ્રકશનની કામગીરી કરવાની હોય કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામાં થકી આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ જાહેર કરી વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. જે અનુસાર તા.૩૦/૩/૨૦૨૬ સુધી ભારે વાહનો માટે (૧)અરેઠ(માંડવી)થી કીમ થઈ સુરત જવા માટે અરેઠ(માંડવી)થી તડકેશ્વર-તડકેશ્વરથી કીમ ચાર રસ્તા(NHAI), કીમ ચાર રસ્તા (NHAI) થી કામરેજ ચાર રસ્તા, કામરેજ ચાર રસ્તાથી સુરત. (૨) અરેઠ(માંડવી)થી કામરેજ થઈ સુરત જવા માટે અરેઠ(માંડવી)થી બૌધાન-બૌધાનથી શામપુરા-શામપુરાથી દિગસ-દિગસથી કામરેજ ચાર રસ્તા- કામરેજ ચાર રસ્તાથી ઘલા રોડ(NHAI જંકશન). (૩) બૌધાન થી ઘલા જવા- આવવા માટે બૌધાનથી શામપુરા- શામપુરાથી દિગસ-દિગસથી કામરેજ ચાર રસ્તા-કામરેજ ચાર રસ્તાથી ઘલા રોડ(NHAI જંકશન). અને (૪) ઘલાથી માંડવી કિમ ચાર રસ્તા થઈને જવા માટે ઘલા રોડથી NHAI જંકશન-NHAI જંકશનથી કિમ ચાર રસ્તા-કિમ ચાર રસ્તાથી તડકેશ્વર-તડકેશ્વરથી માંડવી જવાનું રહશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




