Traffic Tail

મહુવા તેમજ અંબિકા તાલુકામાં તાલુકા પંચાયતની કેટલી શીટ વધી જાણો વિગતવાર સંપુર્ણ માહિતી…..

SHARE:

મહુવા તેમજ અંબિકા તાલુકામાં તાલુકા પંચાયતની કેટલી શીટ વધી જાણો વિગતવાર સંપુર્ણ માહિતી…..

​મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાનું વિભાજન કર્યા પછી, આગામી તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિકાસ કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે.મહુવા તાલુકા પંચાયતની હાલની 20 બેઠકો પર તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાયેલા છે.મહુવા તાલુકામાંથી નવો અંબિકા તાલુકો જાહેર થતાની સાથે સુરત જિલ્લાનો અગિયારમો નવો તાલુકો અંબિકા અસ્તિત્વમાં આવ્યો હતો. આગામી સમયમાં મહુવા અને અંબિકા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તે સંદર્ભે વિકાસ કમિશનર દ્વારા બંને તાલુકાની કુલ બેઠકોના વિભાજન અને અનામત બેઠકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.તે મુજબ મહુવા તાલુકામાં હવે તાલુકા પંચાયતની 16 બેઠકો રહેશે, જેમાંથી 01 બેઠક SC માટે જ્યારે 13 બેઠકો ST માટે અને 2 હેઠક SEBC અનામત રાખવામાં આવી છે. આ કુલ બેઠકો પૈકી 07 બેઠકો ST મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે.જયારે 1 બેઠક SEBC મહિલા ઉમેદવાર માટે ફાળવવામાં આવી છે.
નવનિર્મિત અંબિકા તાલુકામાં તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકોમાં 01 બેઠક SC માટે જ્યારે 13 બેઠકો ST માટે અને 2 બેઠક SEBC માટે અનામત છે.જે કુલ બેઠકો પૈકી 01 બેઠક SC મહિલા માટે જ્યારે 06 બેઠકો ST મહિલા માટે અને 1 બેઠક SEBC મહિલા માટે ફાળવવામાં આવી છે. આમ, પહેલા સંયુક્ત મહુવા તાલુકામાં 20 બેઠકો હતી, જે હવે બે અલગ તાલુકા થતાં કુલ બેઠકોની સંખ્યા વધીને 32 થઈ છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!